સંત શિરોમણી મસ્તરામ બાપા પુણ્ય તિથી || અષાઢ વદ પાંચમ

સૌરાષ્ટ્રના સંસ્કારી નગરી ભાવેણાનું નામ પડતા જ ઘણા સંતો મહંતો, યોગીઓ, યુગ પુરુષો ના નામ તમારી સમક્ષ આવી જાય. ગંગા સતી પાનબાઈ , બજરંગ દાસ બાપા બગદાણા, દુખી શ્યામબાપા ઝમરાળા, રાજપરા ખોડિયાર, મોંઘી બાઈ ની જગ્યા સિહોર, મોરારી બાપુ તલગાજરડા.. આવતો અનેક ગણ્યા ગણાય નહી એવા સંતો ની ભૂમિ છે ભાવનગર. સંત શિરોમણી મસ્તરામ બાપા પુણ્ય તિથી || અષાઢ વદ પાંચમ..

સંત શિરોમણી મસ્તરામ બાપા પુણ્ય તિથી || અષાઢ વદ પાંચમ..

આજે અષાઢી વદ પાંચમ ના દિવસે ભાવનગરનાં એવા સંતની વાત કરવાની છે જેને કોઈ જોટો નથી. જેને એમ કહેવામાં આવે છે કે ‘ સંત કા કોઈ અંત નહિ મસ્તરામ જેસા કોઈ સંત નહિ’. જેમને ભાવનગરમાં ભક્તિની શક્તિ સૌથી મહાન છે એ વાત ને સાબિત કરી દીધી છે. ગામે-ગામ, રાજ્ય અને દેશના ખૂણે ખૂણે થી લોકો અહી બાપા ના દર્શન કરવા આવે છે.

મસ્તરામ બાપા ચિત્રા || બજરંગદાસ બાપા બગદાણા

ભાવનગરનું નામ પડે અને બાપા સીતારામ કેમ યાદ ના આવે? હરિહર ની હાકલ પડે અને હજારો લાખો લોકો માટે એક સાથે જમવાનું (પ્રસાદ) પીરસાય જાય. બજરંગદાસ બાપા અને મસ્તરામ બાપા બંને સમાન સમય ગાળા દરમ્યાન હયાત હતા. જયારે કોઈ ભાવનગર થી બગદાણા બજરંગ દાસ બાપાના દર્શને જાય ત્યારે બાપા કહેતા ” ચિત્રામાં મારો બાપ બેઠો છે.” આવા યુગ પુરુષ અને તેજસ્વી સંત હતા મસ્તરામ બાપા..

સંત શિરોમણી શ્રી મસ્તરામ બાપા ચિત્રા, ભાવનગર

મસ્તરામ બાપા નું મંદિર ભાવનગરમાં અંદર પ્રવેશતા જ ચિત્ર ગામ માં આવે છે. હાલ ચિત્રા ભાવનગર શહેરના એક ભાગ રૂપે ગણવામાં આવે છે. તે ભાવનગર નો એક વિસ્તાર છે. ત્યાં મસ્તરામ બાપનું સમાધી મંદિર આવેલું છે. વળી ત્યાં મસ્તરામ બાપનો આશ્રમ પણ આવેલો છે જ્યાં ૨૪ કલાલ અને ત્રીસેય દિવસ ભક્તો, વટેમાર્ગુ, શ્રધાળું અને અન્ય જરૂરીયાતમંદો માત્રે કાયમ ભોજન ની વ્યવસ્થા હોય જ છે. ગુરુ પૂર્ણિમા અને મસ્તરામબાપા ની તિથી નિમિતે ત્યાં ગામ ધુમાડા બંધનું પણ આયોજન કરવામાં આવે છે જયારે લગભગ ૫ થી ૧૦ લાખ વ્યક્તિના ભોજન ની વ્યવથા કરવામાં આવે છે..

કહેવાય છે ને કે જ્યાં રોટલાનો ટુકડો ત્યાં હરી ઢુંકડો.. મોજે મસ્તરામ

સંત પ્રેમી……..

https://youtu.be/ngaGII13SGA

 

સંત શિરોમણી મસ્તરામ બાપા પુણ્ય તિથી

 

 

સંત શિરોમણી મસ્તરામ બાપા પુણ્ય તિથી

for More Information Click Here…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *